ગુજરાતની ગાથા
ગુજરાતની ગાથા


વસે સમગ્ર ગુજરાત,
જ્યાં વસે એક ગુજરાતી,
ગુજરાત સમાવે દરેકને,
જેમ દરિયામાં નદી સમાતી.
આગવી સૂઝ છે જ્યાં,
જ્યાં છે આગવી વેપારી કુનેહ
પોતાની આવડત થકી,
દેશની એ ઘોરી નસ કહેવાતી.
હોય આફત માનવ સર્જીત,
કે હોય આફત કુદરતી
આફતને એ હંમેશા,
અવસરમાં પલટાવતી.
મહાત્મા ગાંધી, સરદાર પટેલ,
નરેંદ્ર મોદી કે પછી ધીરુભાઇ અંબાણી
દેશના અગ્રગણ્ય મહાનુભાવની,
યાદીને હંમેશા શોભાવતી.
તન ભલે હશે નાનું,
પણ ક્યાંય પાછા પડે નહીં
ભલભલાને સીધા દોર કરી દે,
છે છપ્પનની છાતી.
સંત-મહંત, દાન-પુન, ધર્મ,
સેવા અને અન્ન્ક્ષેત્રનું જે છે ક્ષેત્ર,
ઝમીરના જ્યાં અમીર વસે છે,
એ છે ગુજરાત અને ગુજરાતી.