ગુજરાતી
ગુજરાતી


ઉષ્માભરી ને ગુણવંતી,
રસાળ-ઉર્મીઓથી છલકંતી,
માતૃભાષા મારી ગુજરાતી.
પ્રભાતિયામાં પ્રેમ પાથરતી,
હાલરડામાં હિંચકે ઝુલતી,
માતૃભાષા મારી ગુજરાતી.
મીરાં, નરસૈયો ને પ્રેમાનંદ,
વહાવ્યા ભક્તિરસ કેરા આનંદ!
માતૃભાષા મારી ગુજરાતી.
અખાના છપ્પા ને મેઘાણીની રસધાર!
કાન્ત ને કલાપીની યાદી ભારોભાર !
માતૃભાષા મારી ગુજરાતી.
જોબનવંતી, હિલોળા લેતી,
ભાતીગળ એ ગરબે ઘૂમતી,
માતૃભાષા મારી ગુજરાતી.
માવજતની એને જરૂરત છે તાતી,
માતૃભાષા મારી ગુજરાતી.