STORYMIRROR

Aniruddhsinh Zala

Classics

4  

Aniruddhsinh Zala

Classics

ગરબો, રોગ વિનાશ કુષ્માન્ડા

ગરબો, રોગ વિનાશ કુષ્માન્ડા

1 min
266

દોહા :- 

હે... જી. 

"ચોથું નોરતું દેવી કુષ્માન્ડા કેરું, રોગ વિનાશ કરે સઘળા માત, 

વાદળી મંડળ પ્રાણશક્તિ રૂપે માડી કરજો સદાય ભક્તોની સહાય."


હે આજ હૈયે હરખ નવ માંય મારી માત રે, 

આવી રુડી નોરતાની રાત મારી માત રે..ધ્રુવ.


 હે તબલાના તાલે રૂડું ઝાંઝર રણકે છે મા, 

ભક્તિના ભાવે મારુ મનડું ડોલે છે મા, 

મનગમતા ગરબાને મનગમતો તાલ છે, 

દર્શનથી તારા માડી હૈયે ઉજાશ છે, 


હે.. દુઃખડા હરજે ભોળી ભવાની માત રે,

આવી રુડી નોરતાની રાત મોરી માત રે.. 


 ઝગમગતા તારલાં માડી તારી ચૂંદડીમાં, 

 નવલખ પ્રગટે દીવડા માડી તારી માંડવીમાં, 

 ગરબા ગુંજે છે મા ના નોરતાની રાતમાં, 

 ભક્તોના હૈયે છે ભક્તિનો ઉજાશ મા,  


હે....માડી રમવા આવો ને મારી કુળદેવી માત રે, 

આવી રુડી નોરતાની રાત મોરી માત રે.. 


 હેમનો ચૂડલો રૂડો ખણકે મા ના હાથમાં, 

 ગરબે ઘૂમે છે માડી આજ તો આનંદમાં, 

 ભાવથી ધરું છું હું ધ્યાન તારી માવડી, 

 ભક્તોના દુઃખ બધા ભાંગજો હો માવડી, 


હે... 'રાજ ' હેત ધરી ગુણલાં ભક્તો તારા ગાય,

આવી રુડી નોરતાની રાત મોરી માત રે.. 


છંદ :---*-----

હે આ નવરાત અજવાળી, પગટી આ મા ભદ્રકાળી,

સોહે કેવી ચાચરમાં જોને મહાદેવી મા ભદ્રકાળી,

સરખી સહેલીઓ સંગે આજ ગરબે ઘૂમતી,

ચૌદ ભુવને રાસ રમતી, આ દેવી મા ભદ્રકાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics