ગણેશ
ગણેશ
મંગલકારીના સુખદાતા
પ્રચંડ બુધ્ધિના તમે દાતા,
ગજાનંદ, ગૌરી નંદન, ગણેશ
નામથી કરું શોભિત તમને,
રિધ્ધિ સિધ્ધિના તમે સ્વામી,
પ્રથમ પૂજાય તમને અંતર્યામી,
મુષક છે તમારું વાહન,
કરે આ જગતમાં આહવાન,
માતા પિતાની પરિક્રમા કરી,
થયું આ જીવન પાવન,
કરો કૃપા તમારી અમારા પર,
થાય આ જીવન અમારું પાવન.
