ગમે છે
ગમે છે
જૂની યાદોને તે વાગોળવી ગમે છે,
આમ જ જાત ઓગાળવી ગમે છે.
નથી બોલતા આવડતું એવું નથી,
મને મારુ મૌન સમજાવવું ગમે છે.
નથી જરૂર કોઈ પણ પ્રસંશાની,
પણ મારુ સ્વાભિમાન મને ગમે છે.
મિત્રો ઘણા બધા છે વાત કરવા,
પણ મારુ એકાંત મને બહુ ગમે છે.
ગેરસમજણ મનની સૌ દૂર કરવી,
ચિંતા કરતા દિલથી વાત કરવી ગમે છે.
