STORYMIRROR

Parth prajapati

Abstract Others Drama

2  

Parth prajapati

Abstract Others Drama

ગઝલ

ગઝલ

1 min
1.2K




ઘરેણાંયે રહ્યા નહિ, અન્યને આધીન થઈ ગઈ છે. 

પછી વહુવારુ શાહુકારની એક જીદ થઈ ગઈ છે. 


ચરણ લઈ કોઈ આવ્યું નહિ, એ લોહીઝાણ થઈ ગઈ છે.

યુગોયુગથી અહલ્યા શ્વાસની શાપિત થઈ ગઈ છે. 


વધારે ને વધારે પાણી ઊગાડો ઓ દરિયાજી,

જુઓ, આ શ્હેરની સઘળી હવા માચીસ થઈ ગઈ છે. 


હું ગાંડો થઈને નાચું ના, રડું ના તો કરું શું કહો ?

હવે 'શ્રદ્ધા'ની મારા લોહીમાં બહુ ભીડ થઈ ગઈ છે. 


નથી થાતી અને ક્યારેય પણ થાશે નહીં વશમાં,

હવે તો યાદ આ તારી કોઈ ઈન્દ્રિય થઈ ગઈ છે. 



Rate this content
Log in

More gujarati poem from Parth prajapati

Similar gujarati poem from Abstract