STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

ગઝલ ~ નૂર છું

ગઝલ ~ નૂર છું

1 min
189

સાત સૂરોના પછીનો સૂર છું,

દેવકીની કૂખનું હું નૂર છું.


વસ્ત્ર ચોર્યા, ચીર પણ પૂર્યા જુઓ,

પ્રેમમાં હું એ રીતે મગરૂર છું.


નીરખી રાધાને મીરાનો પ્રણય, 

ભાન ભૂલી ઘેનમાં ચકચૂર છું.


બંસી છોડી હું સુદર્શન પણ ગ્રહું,

ધર્મ રક્ષા કાજ હું તો ક્રૂર છું.


થઈ સુદામા બસ પ્રવેશો મારામાં, 

દિલથી હું સ્વીકારવા આતુર છું.


આંગળીથી ઊંચક્યો'તો પહાડ મેં, 

ડર ભગાવા માટે હું મશહૂર છું.


શ્વાસની અંદર ભળેલા છો તમે,

આમ પણ ક્યાં આપનાથી દૂર છું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational