ગઝલ- મા
ગઝલ- મા
મા તો ગજબ છે,એ સતત આપ્યા કરે,
સંતાન તેની હૂંફમાં તાપ્યા કરે,
કીધા વગર દીધા કરે છે એ બધું,
આખું જગત અખબારમાં છાપ્યા કરે,
માંગો ફક્ત એક ચીંથરુ, ને તાકો મળે,
એ ફૂટપટ્ટી લઈને ના માપ્યા કરે,
એ હાથમાં કરવત સુંવાળી રાખતી,
એ ફેરવી માથે દરદ કાપ્યા કરે,
ઘરમાં જ જગદંબા ઉભી છે તે છતાં,
બહુચર અને અંબાને "જય" સ્થાપ્યા કરે.
