ગઝલ - ઝેર છે
ગઝલ - ઝેર છે
શું તને તારી જ હારે વેર છે?
તું ગણે જેને દવા એ ઝેર છે,
જિંદગી રંગીન નહિ અંધેર છે,
તું ગણે છે આ જ સાચી લે'ર છે,
એ પીવાથી ફેર થયો, એવું નથી,
ફેર નહિ એ તો ખરેખર ફેર છે,
તું ગણે છે ફક્ત કેફી છે સુરા,
ઘૂંટ મારી જો, નશીલો શેર છે,
બે ઘડીની મોજમાં જો તો ખરા,
કેટલું માતમ છવાયું ઘેર છે?!
