ઘરનો મોભ મારા પિતા
ઘરનો મોભ મારા પિતા


મારા ઘરનો વડલો, મારા ઘરનો મોભ મારા પિતા
બાળપણમાં એમનાં મીઠા ઠપકાથી કેવાં બીતાં ?
વાતવાતમાં એ આંખો કાઢતાં
એમનો ગુસ્સો લાગતો મીઠો
એમની એ આંખોમાં સદા
સ્નેહનો ઉભરાતો સાગર દીઠો,
હસતી, રડતી આંખે સદાય કુટુંબની કરતા ચિંતા
મારા ઘરનો વડલો, મારા ઘરનો મોભ મારા પિતા,
સુખ દુઃખમાં સદા સાથે રહે
પોતાના દુઃખને ના બતાવે
દીકરા કે દીકરી માટે હંમેશાં
તેઓ તેમની ખુશીઓ લાવે,
હૃદયમાં સદા પરિવાર માટે પ્રેમની ઉમડતી સરિતા
મારા ઘરનો વડલો, મારા ઘરનો મોભ મારા પિતા.