STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

ઘરના વડીલ

ઘરના વડીલ

1 min
288

સમય પણ એવો હતો

વડીલોનો બહુ રોફ હતો

ઘરના બધા માન આપતા

સમાજમાં પણ લાઈક હતો


ઘરના મુખીનું ચાલતું ઘરમાં

હળીમળીને રહેતા બધા 

સંબંધો સાચવે વ્યવહાર જાળવે

એવા વડીલ ઘરમાં હતા,


સમય બદલાયો જમાનો બદલાયો

કુટુંબ થયા વિભક્ત,

એકલા રહેતા થયા

આમન્યા ના રહે

રોજ રોજ ટક ટક થાય,


ઘૂંઘટ ગયા, ચૂંદડી છોડી

સાડી તો પટારામાં બેસી

સ્રી પુરુષ એક જેવા વસ્રો

ફેશન નામે ઓળખાઈ


સંસ્કૃત ગયું સંસ્કૃતિ ગઈ

થયા વિદેશીના ગુલામ

ઘરડા ગયા ઘરડાઘરમાં

સાંજ પડે મોબાઈલમાં એકલા મસ્ત 


આજ પણ નહીં જાગો

તો થશે બધું હાવી

ધર્મ ભૂલીને આસ્થા ભૂલશો


કોણ ભગવાન કોણ ઈશ્વર ?

બનશો જાતના દુશ્મન

નાસ્તિક બનીને જીવવા કરતા

આધાર બનીને જીવવું 


ગીતાજી ના વાચે તો ચાલશે

પણ સંસ્કાર ધરમ

સ્વભાવે ના ભૂલશો 

એવું કહીએ તો માનવું જ પડે

વડીલોને કરવા વંદન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama