ઘરમાં રહેવું
ઘરમાં રહેવું


સૌથી જૂની અને જાણીતી વૈદિક સંસ્કૃતિ છે આપણી.
વહેંચીને ખાવું વૈકુંઠ જાવું રીતિ છે આપણી.
કરો યોગ રહો નિરોગમાં માનીએ આપણે.
'જીવો અને જીવવા દો 'ની નીતિ અનુસરીએ આપણે.
'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' નો મંત્ર સ્વીકારીએ આપણે.
પ્લેગ, પોલિયો, ડેન્ગ્યુ ને જાકારો આપીએ આપણે.
થોડા દિવસ ઘરમાં રહી જનસેવા કેરો મંત્ર બનાવીએ આપણે.
વહીવટીતંત્રતા પાળી એ આપણે. એક મીટરનું અંતર બનાવી રાખીએ આપણે.
સંકટ સમય સાવચેતીપૂર્વક નું વર્તન કરીએ આપણે.
દેશભક્ત જગડુશા, સુંદરજી શેઠ તણાં તારણહાર બનીએ આપણે.
કોરોના વાઈરસ નો સાવધાની રાખી સંહાર કરીએ આપણે.
સૌથી જૂની અને જાણીતી વૈદિક સંસ્કૃતિ છે આપણી.