STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational Others

4  

Kiran piyush shah "kajal"

Inspirational Others

ઘર તો ઘર જ છે

ઘર તો ઘર જ છે

1 min
414

વરસો પછી ગામમાં પગ મૂક્યો,

આંખની અણસારે ઓળખવાની કોશિશ,

ને એક ડેલીબંધ મકાન પાસે આવી,

આસપાસ નજર કરી,

પણ તેની ઉંમરનું કોઈ દેખાયું નહીં.


બંધ ડેલી ખોલતા,

સ્મરણોનાં જાળા વળગી પડ્યા,

'આવી ગયો દીકરા...' અવાજ પડઘાયો,

ડોલરિયાદેશમાં રહી લાગણીઓ થીજી ગયેલ.


અચાનક એ ગ્લેશિયર તૂટ્યો,

ને 'મા મા મા' મન ચિત્કારી ઊઠયું,

પણ મા કયાં હતી ?

એતો..

રાહ જોતી ખૂલ્લી આંખો એ જ...


સમય ન હોતો મળ્યો ત્યારે,

આજ એ પછી

છ મહિને મકાનનો

વહીવટ કરવા આવ્યો હતો.


ત્યાં કોઈ ખૂણો હજી જીવંત હતો,

તે બોલી ઊઠયો,

આ મકાન નથી,

આતો માની તપશ્ચર્યાનું મંદિર છે,

ઘર છે તારું.


માના સ્મરણોએ ત્સુનામી લાવી હતી,

વારંવાર વિચારવમળ ગોથે ચડાવતું હતું,

અને

ઘરમાં નજર નાખતાં...

પટારો જોયો.


કુતૂહલવશ ખોલતાં જ,

માનો ખજાનો હાથ લાગ્યો,

તુટેલ રમકડાં જુની છોપડી

આલ્બમ, કંઈ કેટલું સચવાયેલું.


એ સાથે

શરૂઆતમાં લખેલ પત્રો,

જે શાહી રેલાઈ જવાથી વંચાતા જ ન હોતાં,

એ બધાંમાં માનો સ્પર્શ હુંફ,

હજી સચવાયેલ હતાં.


એ સ્પર્શતા એક નિર્ણય કર્યો

ઘર તો ઘર જ છે..

મા એમાં આજ પણ જીવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational