Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

ઘણાં આળ છે

ઘણાં આળ છે

1 min
13.3K


ઘણાં આળ છે જિંદગીના ઉપર,

વધારે નથી કંઇ કથા આપણી.

નિરાશા નથી દુઃખ ઘણું એ સહ્યું,

મળે દુઃખ હજી તો દવા આપણી.

અમે તો જવાના સદા કામથી,

ખબર છે નથી આ જગા આપણી.

ગયા સોળના ભાવમાં રાજિયા,

કદી ના બદલશે દશા આપણી.

ધરે ઝેર આઠો પહોરે મને,

પછી પૂછવાના વ્યથા આપણી.

ભળી ગ્યા હવે માણસો ખારમાં,

નથી દોસતોમાં જગા આપણી.

ન સોગંધ ખાવા બચ્યા દોસતો,

જીવું એ જ મોટી સજા આપણી.

ન દિવાર, દ્વારો ન બારી અહીં,

તમે આવશો તો મજા આપણી.

તમારા બની જો તમે આવશો,

સદા છે દિલોમાં રજા આપણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational