STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Inspirational

4  

KALSARIYA PRAKASH N.

Inspirational

ઘબકાવું છું

ઘબકાવું છું

1 min
264

નવ નવ રસોનું રસપાન,વર્ગખંડમાં કરાવું છું,

હું ઇતિહાસના દરેક યુદ્ધોને ફરી લડાવું છું.


ગણિતના દાખલે દાખલે, હરેક મૂલ્યને અંકુ,

વત્તા-ઓછા સાથે,જીવન ગણિત ભણાવું છું.


સમાજના સારા નરસા હર પાસાંને વર્ણવતા,

વિવિધતામાં એકતાના,પ્રકરણો સમજાવું છું.


હું માનવ છું આ જ સમાજનો,દર્દ મારેય ઘણું,

ટીકા ટિપ્પણી સાંભળું છતાંય ચહેરે હરખાવું છું.


શિક્ષક છું હું વર્ગખંડમાં દુનિયાનાં દર્શન કરાવું,

દુનિયા ઋણી મારી 'યાદ' હું વિશ્વને ધબકાવું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational