ગાડી ઉપડી ગઈ ....
ગાડી ઉપડી ગઈ ....
ઉપડી ઉપડી ગાડી ઉપડી ગઈ,
બેસવા થાજો સહુ તૈયાર.
ટિકિટ ચાલે ત્રિકમના નામની,
વચમાં કોઈ નથી રોકનાર.
ટિકિટ વિનાનો ટેક રહેશે નહીં,
ખોશે ગાડી ને રોશે ગમાર.
સ્ટેશન આવીને પાછા તે જશે,
ભમશે ભવસિંધુ મધદરિયે.
ભાવના વિનંતી કરી સમજાવે,
સાનમા સમજી જાજો નરનાર.
આ જીવ કેરી ગાડી ઉપડી ગઈ,
રોકી ના રોકાશે આ જમ કેરી ગાડી..!
