STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

એવી કરી ક્ષણવાર દયા,

એવી કરી ક્ષણવાર દયા,

1 min
588


મને દિવ્ય દર્શન દઇ દો તમે.

મારા મનમાં મૂર્તિ તમારી રમે,

મારું મનડું બીજે ક્યાંય ન ભમે;

એને મિલન તમારું ફક્ત ગમે,

મને દિવ્ય દર્શન દઇ દો તમે ... એવી કરી

કૈં દિનથી રાહ રહ્યો જોઇ,

પ્રેમાશ્રુથી દિલને ધોઇ;

મારો દાહ ન દિલનો લેશ શમે,

મને દિવ્ય દર્શન દઇ દો તમે ... એવી કરી

દર્શન વિણ સાચે ચેન નહીં,

આનંદ ખરેખર લેશ નહીં,

દુનિયા ન લેશ તમારા વિના ગમે,

મને દિવ્ય દર્શન દઇ દો તમે ... એવી કરી

દર્શન દો, આલિંગન આપો,

અનુરાગ થકી અંગે સ્થાપો;

તો અમૃત રોમરોમ જેમ,

મને દિવ્ય દર્શન દઇ દો તમે ... એવી કરી

આ સઘળો પળનો ખેલ ખરે,

તોય તરસે મારો પ્રાણ મરે;

હવે વિરહ નહીં વધુવાર ખમે,

મને દિવ્ય દર્શન દઇ દો તમે ... એવી કરી


Rate this content
Log in

Similar gujarati poem from Classics