STORYMIRROR

Mukesh Jogi

Inspirational Others

3  

Mukesh Jogi

Inspirational Others

એટલી ઈજ્જત કરૂ

એટલી ઈજ્જત કરૂ

1 min
27.9K


શાહની સાથે જરા સોબત કરૂ,

દીનની પણ એટલી ઈજ્જત કરૂ,


પુછવા આવે કદી એ હાલ જો,

દુશ્મનોની પણ હું હિફાજત કરૂ,


કોણ ઠાલવવા મથે એકાંતને,

જાત મારી હું પ્રથમ અવગત કરૂ,


એ વિચારો ચાલતાં મનમાં સદા,

વિશ્વને કઈ રીતથી ઉન્નત કરૂ,


દ્વેષ મીટાવે જગતના આ ગઝલ,

હું રદીફોમાં ઉભી જન્નત કરૂ,


પીડનો સાગર હિલોળે ચોતરફ,

પાર પામે નાવ હું મન્નત કરૂ,


માનની પરવા નથી "પાગલ"હવે,

અન્યને શું કામ બે ઇજ્જત કરૂ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational