STORYMIRROR

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

એની વાતો બધી આવી

એની વાતો બધી આવી

1 min
12.8K


એની વાતો બધી આવી, 

ક્યારેક તાળું મળે, 

અને જો તાળું મળે તો, 

ન મળે ચાવી, 

એની વાતો બધી આવી,

એને કેમ કરી ખાવી, 

અને જો ખાઈયે, 

તો તો કેમ કરી પચાવી ? 

એની વાતો બધી આવી,

એને કેમ કરી કહેવી, 

અને જો કહેવાય, 

તો ભારે પડે સમજાવી, 

એની વાતો બધી આવી, 

શબ્દ મળે ત્યાં સૂર ખોવાય, 

અને જો સૂર મળે, 

તો મુંજવણ થાય, કઈ રીતે ગાવી, 

એની વાતો બધી આવી,

આમતો બંજાર ભૂમિ એ, 

છતાંય નવું નવું આવ્યા જ કરે, 

સમજાતું નથી, ફસલ કોણે વાવી, 

એની વાતો બધી આવી,

એની વાતો બધી આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational