Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

એને ક્યાં રૂબરૂ મળી શકાય છે !

એને ક્યાં રૂબરૂ મળી શકાય છે !

1 min
366


મારા દિલમાં એનો ચહેરો ઘર કરી જાય છે,

એના વિના મને ક્યાં કશું દેખાય છે !


બહેલાવી લઉં છું મનને, એના ખ્યાલોથી,

આમ એને રૂબરૂ ક્યાં મળી શકાય છે !


હોય સફરમાં મારી સાથે રોજ રોજ,

તોયે એને ક્યાં સાદ પાડી બોલાવી શકાય છે !


કહેવું તો ઘણું છે મારે એને રૂબરૂમાં,

આમ દિલની વાતોને ક્યાં શબ્દોમાં આલેખી શકાય છે !


ચાહું તોય ક્યાં કદી કહી શકું છું દિલની વાતો એને,

આમ એના પ્રત્યેની પ્રિતને ક્યાં જગત સમક્ષ મૂકી શકાય છે !


આમ રાત દિવસ કરે પરેશાન, મને એની યાદો,

દિલના શહેરમાંથી ક્યાં એને દેશવટો આપી શકાય છે !


જો મળી જાય ખુદા એક વાર, તો પૂછવું છે,

તારાથી કેમ આવું કોઈનું નસીબ લખાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance