એને જોઈ ફૂલડાં હરખાઈ
એને જોઈ ફૂલડાં હરખાઈ
કદમ ચમનમાં પડે એના ને ફૂલડાં હરખાય,
જોને એની સુગંધ તો ચારેકોર પ્રસરાય !
ખીલ્યો ચાંદ એના અદભુત રૂપ ને જોઇને,
જોને હોંઠ એના ગુલાબ તરીકે ઓળખાય.
એને જોઈને બાગના ભમરાઓ કરે ગુંજન,
એ હસે જ્યારે જ્યારે ત્યાં વૈભવ પથરાય.
કાયા તેની કોમળ ગુલાબની કળી જાણે!
એની આંખોમાં મારા માટે પ્રેમ છલકાય.
એની નજર આકાશે પડે મેઘધનુષ્ય રચાય,
એ બોલે ત્યાતો સાત સૂરોની સરગમ રચાય.
એતો કુદરતનું અદભુત અણમોલ સર્જન છે,
એના સોહામણા સાથ થકી મારું જીવન સોહાય.

