Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Romance Fantasy Others

4.4  

Neha

Romance Fantasy Others

એમ પણ બને !

એમ પણ બને !

1 min
67


બારે મેઘ ખાંગા થાય ને, ભીતર રહી જાય કોરું, એમ પણ બને !

વસંત ચારેકોર લહેરાય ને, કોઈક પાંદડું રહી જાય પીળું, એમ પણ બને !


પંખીઓ ટહુકે મોજથી ને, કોઈક ટહુકો એક ખોવાય, એમ પણ બને !

મેઘધનુષ ઊગે સાત રંગોનું ને, કોઈ એક રંગ થઈ જાય બાદ, એમ પણ બને !


દિલ ધડકે ખુબ પ્રેમથી ને, ધડકન એક ખોવાય, એમ પણ બને !

હોય સાત જન્મોનો સાથ ને, હમસફર એક બદલાય, એમ પણ બને !


રોજિંદી સફર એ જિંદગીની ને, અચાનક રાહ બદલાય, એમ પણ બને !

બસ, આમજ ચાલતાં ચાલતાં, રસ્તે કોઈક ખાસ મળી જાય, એમ પણ બને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance