એકલો પડી ગયો છું
એકલો પડી ગયો છું
હું મવાલી હોત તો, મવાલીઓની ભીડ ઉભરાતી હોત,
હું ખાનદાન છું, એટલે જ તો એકલો પડી ગયો છું,
હું આવારા હોત તો, આવારા લોકોથી ઘેરાયેલો હોત,
હું સંસ્કારી છું, એટલે જ તો એકલો પડી ગયો છું,
હું દગાબાજ હોત તો, છળ કપટની રમતો રમાતી હોત,
હું વફાદાર છું, એટલે જ તો એકલો પડી ગયો છું,
હું ગદ્દાર હોત તો, ગદ્દારીથી બદનામ થઈ ગયો હોત,
હું દેશ ભક્ત છું, એટલે જ તો એકલો પડી ગયો છું,
હું બેઈમાન હોત તો, ધન દૌલતનો ઢગલો થયો હોત,
"મુરલી", પ્રમાણિક છું, એટલે તો એકલો પડી ગયો છું,
