એકાંત
એકાંત


આ એકાંત
એમ જ આવી પડે અમથું
વણ બોલાવ્યું
ધીમા પગરવ એ
અંદર પેસી જાય,
બહાર ભલે ને હોય
માનવ મહેરામણ ખચો ખચ
પણ અંદર તો ભરી બેસે
મહેફીલ એની,
કેવી અજબ ગજબ
મૂંઝવણ
બહાર લોકો સાથે હસવું
બોલવું ને
અંદર એકાંત સાથે વાતો,
બંને વચ્ચે હું ક્યારેક
ખૂબ પીસાઈ જાઉં
શું કરું આ બેવડી
મનોદશા લઈ,
જાઉં પણ ક્યાં
પછી મન મનાવી,
ફરી એજ ઘરેડમાં
ઝુકાવી દઉં ખુદ ને
ને સમજાવું પોતાને જ,
અરે! પાગલ હું એક
કઈ થોડી છું આ મનોદશામાં
દુનિયા આખી
જીવે તો છે
આ જ ઘરેડમાં,
ચાલતી રહેશે અને ચાલશે
આમ જ બેવડી મજધારમાં,
એકાંત છું હું
પણ એકાંત ક્યાં છું હું
નથી ક્યાંય તો પણ
ઈજારો મારો બધે
અને એ પણ એકાંતમાં જ હો.