એક વખત
એક વખત
સાઈકલ લઈ ભાગતા થાક ક્યાં લાગતો..!!
આજ કારમાં પણ જોને થાકને હું માણતો,
રોટલીના બંબેડામાં તૃપ્તિના ઓડકાર ખાતો..
પાંચના ભોજન જમીને પણ ભૂખ્યો આવતો,
ઘરના કામ સાથે ભેંસ બકરીઓને ચારતો..
કામચોર બની ઘરની બહાર જવામાં ટાળતો,
ખૂલ્લા આકાશે તારલાઓની ટમટમ માણતો..
બંધ દરવાજે પડખા બદલી રાત આખી જાગતો,
સગા સ્વજનોને ઘરે વેકેશન આખું ગાળતો..
સોશ્યલ સાઈટે હવે સ્ટેટસ સૌના ભાળતો,
ચાર મિત્રોના ઘેરામા દુનિયા આખી દેખતો..
ચાર હજારનાં લીસ્ટમાં એવા ચારને ક્યાં જાણતો,
ગામની ભાગોળના ભગવાનને ઓળખતો..
જાત્રાઓ કરી સેંકડો તોય એને ક્યાં માનતો,
પાટીમાં પથ્થરની પેનથી જીવન પાઠ ભણતો..
પ્રોજેક્ટર પણ ભણીને પણ ક્યાં જખ મારતો,
નાથીઓ "જગત"નો, તોય મોજ ખરી માણતો..
બન્યો નાથાલાલ.. જીવન એ ક્યાં ગાળતો.
