એક પંખીની ટેવ
એક પંખીની ટેવ
એક પંખીડા ને લાંબુ ઉડવાની ટેવ,
પણ, રસ્તાની બધી ડાળે બેસવાની કુટેવ.
ડાળે ડાળે ઝૂલતાં ચકલાં ને મળવાની ટેવ,
કોયલનાં ખબર પૂછવાની ટેવ,
જાણે અજાણે હસવાની ટેવ,
પંખીડા ને બધા જોડે રહેવાની કુટેવ.
સફરના સપના જોવાની ટેવ.
પણ,....
બીજા પંખીઓને તો બસ ઉડવાની જ ટેવ.
ચકલાં ને ચી..ચી... તો કોયલ ને ગાવાંની ટેવ.
અને ડાળ... એને તો મૂંગા રહેવાની કુટેવ !
બસ... પંખીડાએ ય પાડી એકલા ઉડવાની ટેવ !!!