પ્રપોઝલ
પ્રપોઝલ


હજી તારો બનવાની વાર છે,
ચાંદો ખૂબ પાસે છે પણ મારો થવાની વાર છે,
તું હા કર તો આજે તારો બની જાવ,
તારો બની મારાં ચાંદા પાસે જ વસી જાવ.
આકાશે ટિંગાઈ ચાંદનો માળી બની જાવ,
અમાસે તારી ચાંદનીનો હું એકમાત્ર અધિકારી બની જાવ.
તું ગુસ્સે થાય તો તારા પ્રેમનો હું યાચક બનું,
તારી તીખી આંખોમાં હું મીઠાશનો વાચક બનું,
તારી દરેક દુઃખ પછી મુસ્કાનનું હું કારણ બનું,
જાણે તારા હકની તમામ ખુશીનો હું વાહક બનું,
તારા મનની સુંદરતાનો હું અનન્ય ચાહક બનું,
તારા આશિકોની યાદીમાં હું એક ઉદાહરણ બનું.
પણ હજી તારો બનવાની વાર છે,
ચાંદો ખુબ પાસે છે પણ મારો થવાની વાર છે,
જગત કહે છે હું તો સિતારો થઈ થઈ જવાનો,
કોને કોને સમજાવું , હજી હું તારો નથી થયો.