STORYMIRROR

Patel Hemin

Tragedy

3  

Patel Hemin

Tragedy

અજાણી વાર્તા

અજાણી વાર્તા

1 min
215

જૂની ડાયરીમાંથી એક વાર્તા નિકળી,

મેં જ લખેલી ને તોય સાવ અજાણી નિકળી !


પાને પાને હાથે વણેલી રાત હતી,

ને આજે સમજાયું કે માથેથી ઘાત નિકળી !


દર્પણે ફરિયાદ કરી કે આંખોમાં ભીની લાલાશ છે, 

કોણ માનશે, શબ્દે શબ્દે સળગતી ઝાળ નિકળી !


વર્ષો પછી ડાયરી વાંચવાની મોકળાશ મળી,

પણ અમુક પાને સંબંધોની માત્ર લાશ નિકળી!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy