ખૂન
ખૂન
1 min
587
એક ધબકતા નગરનું મર્ડર થયું,
તપાસમાં કારણ નવીનીકરણ નીકળ્યું !
નાની દુકાનોના મોટા મોલ થયા,
ને ભરોસાના લિવરને કેન્સર નીકળ્યુ !
ફળિયા તોડી ફ્લેટ બનાવ્યા,
પણ સંબંધોને તો સુગર નીકળ્યું,
કેદ કરવા સમયને ઘડિયાળ મુકાવી,
ને તપાસમાં આખું નગર કેદી નીકળ્યું !
એક ધબકતા નગરનું મર્ડર થયું,
તપાસમાં કારણ નવીનીકરણ નીકળ્યું !