સપનાંની વાત
સપનાંની વાત
1 min
158
આખરે સખી તું અહીંયા આવી ખરી,
મારી પાસે માત્ર મારી થઈને બેઠી ખરી,
સપનાંની ક્ષિતિજ પાર એક સપનું સજાવ્યું તું,
તું આવે મારી પાસે માત્ર મને મળવા,
સંગાથે તારી માત્ર તને લઈને,
જાણતા એકબીજાને એમ સવાર પડે,
ને વણકહી વાતોમાં આખી અમાસ ઓગળે,
સુંગધી ફૂલોથી મહેકતું એવું શમણું નિહાળ્યું તું,
આખરે સખી તું અહીંયા આવી ખરી,
સપનાંની વાત મારી સાચી ઠરી,
સખી વાતો કરીશું માત્ર તારી મારી,
તડકે મૂકીને બધી જ દુનિયાદારી,
પણ,
હજી તું આવીજ છે ને ફરી સવાર પડી,
એક અરસા પછી આપણી આંખો મળી,
ને આં સપનેય મુલાકાત અધૂરી રહી.
