STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational Tragedy

3  

Bharat Darji Aabhas

Inspirational Tragedy

એક આભાસી ગઝલ

એક આભાસી ગઝલ

1 min
26K


અધૂરી જિંદગી તારા હિસાબે વાત કરવી છે,

ભલે, ના સાંભળે તો પણ પરાણે વાત કરવી છે.

સવાલોના જવાબો જોઈએ મારે પ્રણય કાજે,

જતાં, આ શ્વાસની સંગે કિનારે વાત કરવી છે.

બહુ હેરાન ગતિ છે જો ખુદાની વાત કરવામાં,

બધા, સૂઈ જાય ત્યારે આ મજારે વાત કરવી છે.

મને આ 'આઈ લવ યુ' ને કહેતા જો શરમ આવે,

તો, આંખો બંધ રાખીને નકાબે વાત કરવી છે.

અજાણી જિંદગીનાં રાઝને 'આભાસ' ખોલી દે,

અમારી, હોય એવી લ્યો જનાજે વાત કરવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational