STORYMIRROR

Mulraj Kapoor

Tragedy Others

4  

Mulraj Kapoor

Tragedy Others

1 min
315

જયારથી હોંશ સંભાળ્યા છે, 

'એને' મારી પાસેજ ભાળ્યા છે.

સમય જતાં સૌ મોટા થયાં, 

લગ્ન લેવાયા ને તમે આવ્યા.


'એ' ડેલીની અંદર જ રહેતાં, 

એને પોતાનું જ ઘર માનતા 

સુખીસંસારનાં ઓરતા હતાં  

હરદમ 'એ' સાથે જ રહેતાં.  


પછી જાણે આદત પડી ગઇ, 

હિસ્સો ઘરનો બનતી ગઇ.  

મને કે તેમને કાંઈ વાંધો નહતો,

અમારા સબંધોમાં સાંધો ન હતો.


ઘણા વરસો આમ જ ચાલ્યું,  

પછી લાગ્યું હવે દિવસ ફર્યું, 

'એ' હવે કમજોર દેખાતા હતાં, 

જાણે થાકેલા જણાતા હતાં. 


એક દિવસ 'એ' ઘર છોડી ગયા, 

ફરી પાછા ક્યારેય ન દેખાયા.

'એ' મારાં ગરીબીનાં દિવસો હતાં 

જે અમને ઘણું બધું શીખવતા ગયા હતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy