STORYMIRROR

Jitendra Bhavsar

Classics Fantasy

1.0  

Jitendra Bhavsar

Classics Fantasy

એ જ આનંદ છે

એ જ આનંદ છે

1 min
14K


મારું લો નામ તો એ જ આનંદ છે,

થઇ જશે કામ તો એ જ આનંદ છે.

એટલે ઝંપલાવ્યું છે ટોચેથી કે-

થામશે રામ તો એ જ આનંદ છે.

જિંદગીમાં ઘણું બધું ગુમાવ્યા પછી,

મેં ધરી હામ તો એ જ આનંદ છે.

દેશ પરદેશ ઘૂમી ફરી છેવટે,

પહોંચશુ ગામ તો એ જ આનંદ છે.

સાંજ ગમગીન છે એ ઘડીએ મને,

જો મળે જામ તો એ જ આનંદ છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics