STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

એ ભૂલ્યા કરું

એ ભૂલ્યા કરું

1 min
27

એ  ભૂલ્યા  કરું…..

 

 

છું   વાર્તા  ને, જીંદગીને   વાર્તાથી  ગૂંથ્યા  કરું

જાતી  સરતી  જીંદગીની વાર્તા, એ  ભૂલ્યા  કરું

 

ઝૂમ્યા  જ   કરું, વાયરે  વાસંતી  કલશોરે  બધે

દાન  જ  દેતું  દૂર કોક  જ તપતું, એ ભૂલ્યા કરું

 

ગમ્યા  જે   રંગો  બધા,  એ  પૂરી  રંગીલો   ફરું

કાબર-ચીતરી જાત થાતી જ જતી, એ ભૂલ્યા કરું 

 

થોડો   સાચો   અંદર  જ  છૂપાવી  ડોકાયા  કરું

જે   દર્પણમાં  છદ્મવેશી   દીઠો,  એ  ભૂલ્યા  કરું

 

હો  બે નજરોના   સદા સરવાળા , એ રટ્યા કરું

ભૂલી  પ્રેમ  છકી  જગે ટકરાશે, એ  ભૂલ્યા   કરું

 

દેતો  સંદેશા  ફરું,  થાજો  ફૂલ  સમા  આ  જગે

ભાગ્યમહીં  છે  પથ્થરે પીસાવું,  એ  ભૂલ્યા  કરું

 

વંદન કર મા ભોમ ને તું 'આકાશદીપ'  ઝળહળી

છે  બંધન  એ  મીઠડાં મોંઘાં, ના  એ ભૂલ્યા  કરું

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational