દ્વાદશમ અમૃતબિંદુ
દ્વાદશમ અમૃતબિંદુ


પ્રવાસી.
હું ઘરનો ઓરડો આલીશાન ....
મારુ તો કેવું કહેવું ?
ક્યારેક પૂજાથી મંદિર થઉં !
ભરી પ્યાલીથી મયખાનું થઉં !
કોઈ શીશીઓથી દવાખાનું થઉં!
પગલાં ઠેલા અવિરત ખાઉ
મારી ફરસને કળતર થાય !
લાગણીનું ગળતર ભારે થાય !
એક છતમાં રહે જીવે અને ખાય.
એક ચોર,બીજો સિપાઈ થાય !
અર્થ કુટુંબી હોવાનો ત્યારે સરે
સંગ એક-બીજાનો સાથે ભળે.
સ્ંગેમર ઓરડાથી ઘર થવાયું નથી.
ઓરડાને કોરડા પડતાં રોકાતુ
ં નથી !
ખપ છે લાગણી કેરૂ તોરણ આજે બધે
આ દીવાલોને આખરે ઘર બનવા હવે.
આલીશાનનું તાન હતું હવે છે તાણ !
હે માનવ તું “પ્રવાસી” છે હવે તો જાણ ...
વિચાર વિસ્તાર :- રચનાની ધ્રુવપંક્તિ ‘હું ઘરનો ઓરડો આલીશાન’ અર્થગંભીર અને સૂચક છે. ઓરડાથી ઘર બનતું નથી. ઘરનો “ઓરડો” માનવીના જિંદગીના નેપથ્યનું મંચ બની થાકી ગયો છે પણ માનવી સમજતો નથી કે તે આ સંસારનો "પ્રવાસી" છે, તેની લૌકિક સુખની તલાશની દોટ એને અંતે અજંપા સિવાય કશું જ નથી આપવાની. કેમ કે પડછાયો ક્યારેય હાથમાં આવે ખરો ?