STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

દવ તો લાગેલ ડુંગર મેં

દવ તો લાગેલ ડુંગર મેં

1 min
337


દવ તો લાગેલ ડુંગર મેં, કહોને ઓઘાજી, હવે કેમ કરીએ ?

કે મ તે કરીએ ? અમે કેમ તે કરીએ ?

હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,

બેસી રહીએ તો અમે બળી મરીએ રે..કહોને.

આરે વરતીએ નથી ઠેકાણું રે વહાલા,

પર વરતીની પાંખે અમે ફરીએ રે...કહોને.

સંસારસાગર મહાજળ ભરિયા વહાલા,

બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે..કહોને.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,

ગુરુજી તારો તો અમે તરીએ રે...કહોને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics