લાલજી
લાલજી
અનંત અવતારનું પુણ્ય ફળ્યું ને,
દીઠા તમને લાલજી,
ગોપીઓના પ્યારા કાના,
લીલા કરો મારા લાલજી.
સખા થયા ગોપોના વ્હાલા,
ગામ ગોકુળના લાલજી
તમ ચરણમાં શીશ ઝુકાવી,
હેતે ભજશું લાલજી.
યમુનાજીની ધારા ગુંજે,
નચવી નાચો નંદ- કિશોરજી,
કદમકેરી નવલી શાખે,
વેણુ વગાડો લાલજી.
વૃન્દાવનની ગલીઓ ગુંજે,
ગેડી દડાના નાદથીહેતે-
પ્રીતે ભાવથી ભજીએ,
બાંકે મારા લાલજી.
પીળાં પીતામ્બર જરકશી જામા,
મોર મુગટ છે લાલજી,
અન્નકૂટના થાળ ધરીને,
આરતી ઊતારીએ લાલજી.
વ્હાલે વધાવીએ,
વ્રજ ગોકુળના જશોદાના લાલજી
લાલજી લાલજી રટે રમેશને,
થાય ગુલાબી ગાલજી.
જ્ઞાન ગીતામાં નથી સ્મરણવા,
યોગીના મહા યોગીજી,
સ્નેહે સ્મરીએ શ્રીકૃષ્ણને,
ઘેલા થઈને લાલજી
