રાતનાં ઉજાગરા
રાતનાં ઉજાગરા
આ નીંદરને જોવા અજવાળા,
નીંદર તું કેમ રીસાણી ?
મારાં ટોડલે તારા ટકોરા,
સપનાની ઉઘડી છે વાણી.
આંખોનાં રાતનાં ઉજાગરા,
લાલાશની આરતી પૂરાણી.
લાગણીનાં થઈ ગયાં ધબકારા,
ભીંનાશની ઝાંખપ લજવાણી.
આંસુના તોરણો પાંપણે છવાયા,
દરિયાની ખારાશ તોલાણી.
કલમથી શબ્દોનાં ગીત લખાયા,
સરગમનાં તાલની થઈ સરવાણી.
"સખી" દિલનાં ખૂણામાં છૂપાઈ ગઈ,
મનની વેદનાની થઈ ઉજાણી.
