Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Classics Others

4  

Rekha Patel

Classics Others

પ્રતિબિંબ

પ્રતિબિંબ

1 min
240

જડસી આ ચેતન વિહીન નદીમાં, 

નીલ આકાશને આવરી લેતી, 

વનરાજીઓનાં આભાસી પડછાયામાં, 

નજર કરું, આ પ્રતિબિંબ કોનું ? 

દૂર દૂર જતાં આ સૂર્ય પ્રકાશમાં, 

નીજ પડછાયો પડે ધરતીમાં, 

નીજ સંગ ચાલતો આ પડછાયો, 

જોઇ થયો આભાસ, કોણ હશે ? 

નજર કરું હું તો ધૂળની ડમરી ઉડતી, 

પવન વીંઝાતો ખૂબજ જોરથી, 

થયું, હમણાં કોઈ હતું, તો શું ? 

જળનાં બિંદુઓની જેમ વરાળ થઈ ગયું ?

દોડી હું તો હરણીની જેમ મૃગજળને પામવા, 

વટાવ્યાં અનેક માર્ગો જીવનનાં, 

પરંતુ જ્યારે ગઈ નજર મારી, 

આરસી સામે અથડાઈ પાછી વળી, 

ત્યારે કરતી ગેલ, 

હું મારાં પ્રતિબિંબ સાથે, 

આભાસી ઓ દિવડા, 

પામવા તને મથી હું, 

પરંતુ બાથ ભરી મેં

મારા જ પ્રતિબિંબ સાથે, 

Rate this content
Log in

Similar gujarati poem from Classics