રાધા કૃષ્ણ
રાધા કૃષ્ણ
રાધાને યાદ જો કરો તો કા'ન યાદ આવે,
કાનાની મોરલીએ રાધા દોડી આવે.
કૃષ્ણની વાંસળીના સુર તે રાધા,
ને, રાધાના વિરહના આંસુ તે કૃષ્ણ.
પાંદડાં પરની કૂણી ભીનાશ તે રાધા,
ને, પાંદડે પાંદડે દડદતું ઝાકળ તે કૃષ્ણ.
કૃષ્ણની વાંસળીએ રેલાતી રાધા,
ને રાધાની આંખેથી ટપકતો કા'નો.
ગાલના ખંજનમાં સૌને ડુબાડી ગયો
ગોકુળિયો ગોવાળ, જશોદાનો જાયો.
