સર્મપણ
સર્મપણ
સંસાર સાગરમાં ગોથાં ખાતા, હાથ મારો પ્રેમે ઝાલી રાખો,
હું ઝાલીશ તો છૂટી જશે, તમે મજબૂતાઈથી ઝાલી રાખો,
મધદરિએ મારી નાવડી ડૂબે, તારણહાર બની પ્રભુ પધારો,
મનની લગામ મારી સોપું, સારથી બનીને પ્રભુ પધારો,
ગોપી સમ કૃપા કરી, મમ વસ્ત્રો વિકારના સઘળાં ચોરો,
ગોપીઓના માખણની જેમ, મમ હૃદય નવનીત તવ હાથે ચોરો,
અર્જુનની સમ વિનવું પ્રભુ હું, મારાં જીવનરથને તમે ચલાવો,
અર્જુનના તમે બન્યાં સારથી, મારાં પણ બની રથ ચલાવો,
જીવ્યું મારું સાર્થક કરવા, કૃપા અવિરત વરસાવો,
રથ મારો હું સોપું તમને, વિજયશ્રી ને વરસાવો,
"મશાલ" માંગે કરુણા ભાવે, અંત સમયે પ્રભુ દોડી આવો,
પ્રભુ કૃપાળું તમે દયાળું, મરણ મારું સુધારવા આવો.
