પેલો નટખટ કાનુડો
પેલો નટખટ કાનુડો
કાનુડો કામણગારો, નંદનો દુલારો
જશોદાનો જાયો, પેલો નટખટ કાનુડો
દેવકીનો લાલો, વસુદેવનો પ્યારો
કાનુડો માખણચોર, પેલો નટખટ કાનુડો
ગોવાળોનો પાલનહાર, ગોપીઓનો ચીર હરનારો
કાળી નાગ નાથિયો, પેલો નટખટ કાનુડો
રાધાજીનો પ્યારો, મીરાનો એ ગમતીલો
યમુના કાંઠે મોરલી વગાડે, પેલો નટખટ કાનુડો
