ઝોળી ભરી
ઝોળી ભરી
કાન તારા તે નામની ઝોળી ભરી,
અમે માખણની મોટી ગોળી ભરી.
કૃષ્ણ કહીને સૌએ વ્હાલો કર્યો,
પછી રાધાની નામ પાછળ ધર્યો,
હવે રાધે-કૃષ્ણ સ્મરણે ધરી.
મોહન કહીનેે માન ઘણુું આપ્યું,
રાધિકા સંગાથેે ગાન ઘણું આપ્યું,
મધુર ગુુંજન અમે ગાતા ફરી.
વનમાળી વનમાં ગાયો ચરાવે,
તુલશીની માળા કંઠમાં ધરાવે,
તાલી પાડી સૌને પડાવતાં ખરી.
