નટખટનું નામ
નટખટનું નામ
સખી ઓલ્યા નટખટનું નામ હવે નહી લૌ,
મટકી ફોડી મારી માખણ બગાડ્યુંં,
એના સખાઓને હેતથી ખવડાવ્યું,
યશોદાના જાયાનું નામ નહીં લઉં.
મધરાતે મધુરી વાંસળી વગાડતો,
ઊંઘમાં સૂૂૂતેેેલાની ઊંઘ એ બગાડતો,
મોહનને ક્યારેય માન નહીં દઉં.
સાસુ વઢે ને નણદી મેણ બોલે,
પરણ્યો અવડું સવડું વેણ બોલે,
કાનુડાને આજથી દાણ હુું નહીં દઉં.
