STORYMIRROR

Rekha Patel

Classics

4  

Rekha Patel

Classics

પહેલી

પહેલી

1 min
303

મારી પ્રીતડી પૂછે છે પહેલી, ઓ કાનજી,

તમ સંગે રહેવા મળે તો કેવું સારું ?


મારી અંતરની આંખડી તરસે છે, ઓ કાનજી,

મારો તલસાટ બને તો કેવું સારું ?


મારાં મનમાં ઉમટયાં છે સૂરો મજાનાં, ઓ કાનજી,

તમારી વાંસળી સંભળાય તો કેવું સારું ?


મને લાગ્યો છે વિરહનો ભાર ઓ કાનજી,

તમે મિલનની ક્ષણ બનો તો કેવું સારું ?


મને સંભળાય છે પાયલનાં ઝણકાર ઓ કાનજી,

મને રાસ રમવા મળે તો કેવું સારું ?


મારે રંગાવું છે પ્રેમનાં રંગથી ઓ કાનજી,

મને હોળી ખેલવા મળે તો કેવું સારું ?


મારાં દિલમાંથી નિકળે છે સ્મરણ તમારું ઓ કાનજી,

મને ઝાંખી મળે તો કેવું સારું ?


મારાં હૈયે વરસ્યા છે ઝરમર નીર ઓ કાનજી,

મને હિંડોળે બેસવા મળે તો કેવું સારું ?


મને દેખાય છે મોરને ઢેલ મારે ટોડલે ઓ કાનજી,

મને મુગટ બનવા મળે તો કેવું સારું ?


મારી સુધબુધ તમ સંગ વિસરાઈ જાય છે ઓ કાનજી,

મને સાનભાન મળે તો કેવું સારું ?


મારા અંતિમ સમયે સ્મરણ તમારું થાય છે ઓ કાનજી,

મને તમે મળો તો કેવું સારું ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics