લડવું પડશે જ તારે
લડવું પડશે જ તારે
નથી લડવું બોલ્યો અર્જુન જ્યારે
વદે શ્રીકૃષ્ણ લડવું પડશે જ તારે
જગાડે કુસંપ આ હિંસા દવને
માનવતા રડતી લાગે શવ
ડંખે મનડું અત્યાચારથી તવ પોકારે
વત્સ સ્વધર્મ અંદરથી જ્યારે
વદે શ્રીકૃષ્ણ લડવું પડશે જ તારે
છોડી મર્યાદા ને અધર્મ ધસે
અટ્ટહાસ્યે પીડે સાધુતાને કષ્ટે
હણાય જગ શાન્તિ ધૃણા આતંકે
થઈ શુભકર શસ્ત્ર ઉઠાવજે હાથે
વદે નિયંતા લડવું જ પડશે તારે
ક્રૂર ને કાળમુખી શાસન ફાલે
કાયરતાથી તારી ભદ્રતા લાજે
જીવવા માને આ જગ સંસારે
ધર્મ યુધ્ધ દેશે આહવાન પ્યારે
વદે શ્રીકૃષ્ણ લડવું જ પડશે તારે
ધમરોળજે થઈ વિશ્વાનલ ભારે
બડભાગી જયઘોષ જગવજે હામે
વદે શ્રીકૃષ્ણ લડવું જ પડશે તારે
