દશેરાનો દિવસ
દશેરાનો દિવસ
દશેરાનો છે આજનો દિવસ
સૌ મનાવીએ દશેરાને,
નવલા નોરતાનો છેલ્લો દિવસ
સાથે મનાવીએ દશેરાને,
વીરતાની સાથે ધૈર્યની ધારે
મળીને મનાવીએ દશેરાને,
અંહકારને ઓગાળી પ્રકાશને પાથરીને
સમૂહમાં મનાવીએ દશેરાને,
બુરાઈને કાઢીને ભલાઈને સાચવીને
એક થઈને મનાવીએ દશેરાને,
અસત્યને ભૂલીને સત્યને સ્વીકારીને
સહકારથી મનાવીએ દશેરાને,
અન્યાયને ઊડાડીને ન્યાયને ઉગાડીને
એકતામાં મનાવીએ દશેરાને.

