Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

દર્શન નોખું શિક્ષકનું

દર્શન નોખું શિક્ષકનું

1 min
412


મા છે સો શિક્ષક બરાબર, ના મૂલ્ય ઓછું શિક્ષકનું,

ભરે કોરી પાટી જ્ઞાનરંગોથી, છે પ્રદાન મોટું શિક્ષકનું,


કૂણી કૂંપળને વટવૃક્ષ બનાવે, અક્ષરવારિ સિંચનથી,

બંધ મુઠ્ઠીમાં ભરે જગ આખાને, જ્ઞાન મોંઘુ શિક્ષકનું,


મુઠ્ઠી ઊંચેરો માનવ ઘડી, રોશન કરતાં શણગારે વિશ્વને,

શિસ્તના પાઠ શીખવતાં, હૈયે ભરે માન શોણું શિક્ષકનું,


હાથ પકડી માર્ગ સફળ કોરે, શિખર ટોચે વિજય ખોડે,

યુગ પ્રવર્તક વીર બેઠાં કરે, સર્જન મહામોલું શિક્ષકનું,


જગથી પરાજય પામેલ જીવને, હિંમત શ્વાસે પ્રાણ ફૂંકે,

કાચી માટી ઘડી આકારે, ખાલી ઘડે ભરાતું સોનું શિક્ષકનું,


વાળે કર્મના પથે, અર્જુન ગુરુ કૃષ્ણે મર્મ પ્રસાદ ધરી,

દર્શન પરમ દિવ્ય સ્વરૂપના દઈ, મહત્ત્વ રોપ્યું શિક્ષકનું,


શિક્ષક દિને જગ આખું દીસે ઉજાસે ભરી સદ્દભાવના,

કરાવે પરમનો સાક્ષાત્કાર, વિશ્વે સ્થાન ઊંચું શિક્ષકનું,


અબુધ છે જીવ સંસારસાગરે, વિચારલ્હેરે પાર કરાવે,

બ્રહ્મનાદ ફૂંકાવી પરમ પરમાનંદ દે, દર્શન નોખું શિક્ષકનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational