દરિયાદિલ સાગર
દરિયાદિલ સાગર


સાગર તું ખરેખરો,
દરિયાદિલ સાગર....!
સારા નરસા જીવજંતુઓને,
આપતો અભય નિવાસ...!
સાગર તું ખરેખરો,
દરિયાદિલ કહેવાય.
ખારું પાણી ભલે તારું,
પણ મીઠું પકવવાનું તુજ
આધાર....!
મીઠાથી રસોઈમાં,
ન આવે અનેરો સ્વાદ....!
સાગર તું ખરેખરો,
દરિયાદિલ કહેવાય.
તું પકવતો અમૂલ્ય મોતીને,
છીપ ને બનાવી તેનું કવચ...!
સુસંસ્કારોથી ખીલતો રહે
માનવ,
એનું માનવતા બની રહે
કવચ....!
સાગર તું ખરેખરો,
દરિયાદિલ કહેવાય.
દરિયાખેડૂની આજીવિકા
બન્યો તું,
એ ગરીબોનો સાચો સાથી
બન્યો તું....!
વેપાર માર્ગ પણ શક્ય
તુજથી,
અગમ્ય માર્ગનો સેતુ
બન્યો તું...!
સાગર તું ખરેખરો,
દરિયાદિલ કહેવાય.