દરિયાછોરૂં
દરિયાછોરૂં

તોફાનો તરફ ફેરવ્ય તારું સુકાન, નાવિકડા..!
તોફાનો તરફ ફેરવ્ય તારાં હલેસાં 'રે ખલાસી !
આજ સિંધુએ ઓક્યું હળાહળ, મોજયુંને યૌવન ફૂટ્યું..
હૃદય-સિંધુમાં સાથે, આજ ઉઠ્યો ભરતી-જાર
તોફાનો તરફ ફેરવ્ય તારું સુકાન, નાવિકડા..!
તોફાનો તરફ ફેરવ્ય તારા હલેસાં 'રે ખલાસી !
આજ સિંધુએ ઓક્યું હળાહળ, મોજયુંને યૌવન ફૂટ્યું..
હૃદય-સિંધુમાં સાથે આજ ઉઠ્યો છે ભરતી-જાર
તોફાનો તરફ ફેરવ્ય તારું સુકાન, નાવિકડા..!
તોફાનો તરફ ફેરવ્ય તારાં હલેસાં 'રે ખલાસી !
લહેરું ના સ્વરમાં તું કૈંક બોલ્ય, નાવિકડા..!
આ ઘન-અંધારમાં જવલ્લે જ મળતો ,
તોફાનો નો દુલાર લૈ લે, ત્રાજવે તોલ્ય..!
તોફાનો તરફ
ફેરવ્ય તારું સુકાન, નાવિકડા..!
તોફાનો તરફ ફેરવ્ય તારાં હલેસાં 'રે ખલાસી !
આ અસીમ અફાટ મેરામણ ઘૂઘવતો ,
છે વાકેફ એની સીમાઓથી 'ને ઇ'યે જાણે
માટીયારા-મનેખ ની અડીખમ હામ !
તોફાનો તરફ ફેરવ્ય તારું સુકાન, નાવિકડા..!
તોફાનો તરફ ફેરવ્ય તારાં હલેસાં 'રે ખલાસી !
સાગરિયા ની છો ને હોય ક્ષમતાં,
દરિયાછોરૂં તો રે'શે બાથૂં ભીડતાં !
ખોળિયે જ્યાં લગી શ્વાસ-સ્પંદન ,
હાથે હલેસું હાલે થનગન-દનાદન..!
ઈના જ બળે લાંઘિયા સાત-સમદર..!
તોફાનો તરફ ફેરવ્ય તારું સુકાન, નાવિકડા..!
તોફાનો તરફ ફેરવ્ય તારાં હલેસાં 'રે ખલાસી !
(હિન્દી કવિ શિવમંગલસિંઘ "સુમન" ની કવિતાનો કાઠિયાવાડી ભાવાનુવાદ)